અદાલત માં વૃદ્ધ વડીલે ન્યાયમૂર્તિને કહ્યું હું ખુબજ શ્રીમંત વ્યક્તિ છું અને મારીપાસે પૈસા ની કોઈપણ કમી નથી તો પણ મારે પુત્ર પાસેથી દર મહિને ખર્ચ લેવો છે માટે હું આપની પાસે ન્યાય લેવા આવ્યો છું.
ન્યાયમૂર્તિ આશ્ચર્ય ચકિત થયા અને કહ્યું આપ શ્રીમંત છો તો પણ આપ ખર્ચ માંગી રહ્યા છો ? ઠીક છે એ આપનો અધિકાર છે. આમાં સુનવણી ની જરૂર નથી. તમારી સારસંભાળ પુત્રએ કરવી એ પુત્ર નું કર્તવ્ય છે. એમ કહી વૃદ્ધ વડીલ પાસેથી તેમના પુત્રનું નામ અને સરનામું લઈને સમન્સ મોકલીશું એમ કહી ન્યાયમૂર્તિએ બે દિવસ પછીની તારીખ આપીને કહ્યું કે એ દિવસે આપનો પુત્ર ન્યાયાલય માં હાજર હશે અને આપના આ કેસનો નિકાલ કરીશું.
બે દિવસ પછી પુત્ર ન્યાયાલયમાં હાજર થયો પણ એ એવા ગડમથલ માં હતો કે બાપુજીએ મને કહ્યું હોત તો મેં ખર્ચ આપી દીધો હોત પણ મને કાંઈપણ ન જણાવતા કેમ કોર્ટમાં કેસ કર્યો એમ મનમાં ને મનમાં વિચારતો રહ્યો ..
ન્યાયમૂર્તિ એ પુત્ર ને કહ્યું આપના પિતાએ આપની સામે જીવન નિર્વાહ માટે કેસ કર્યો છે તો આપ આપનું નિવેદન નોંધાવો.
પુત્ર એ કહ્યું સાહેબ મારાં પિતાજી ખુબજ પૈસાદાર છે પણ એમને કેમ કેસ કર્યો એની પાછળનું કારણ ની મને ખબર પડતી નથી .
ન્યાયમૂર્તિએ પુત્ર ને ક્હ્યું તમારા પિતાએ જીવન નિર્વાહ માગેલ છે અને આપ તે કાયદાકીય રીતે આપવા બંધાયેલ છો પછી રકમ ગમે તે હોય તે તમારી પરિસ્થિતિ અનુસાર આપવી પડશે.
ન્યાયમૂર્તિએ વૃદ્ધ વડીલને પૂછ્યું આપને કેટલો જીવન નિર્વાહ જોઈએ છે તો વૃદ્ધ વડીલે કહ્યું સાહેબ દર મહિને ફક્ત ૧૦૦ રૂપિયા અને એ શરતે કે મારો પુત્ર એના હાથે મારે ત્યાં આવીને આપી જાય બીજા કોઈ સાથે ન મોકલે અને એમાં કોઈપણ જાતનો વિલંબ ન થાય એની કાળજી રાખવામાં આવે.
ન્યાયમૂર્તિએ કહ્યું ઠીક છે તમારા કહેવા પ્રમાણે થશે .પછી ન્યાયમૂર્તિએ પુત્રને કહ્યું કે તારે દર મહિને ૧૦૦ રૂપિયા તારા પિતાજીના હાથમાં વિલંબ ન કરતા આપી દેવા આ કોર્ટ નો આદેશ છે અને તું તેનું પાલન કરીશ એવી અપેક્ષા .
ન્યાયમૂર્તિએ આદેશ આપીને ખટલાનો નિકાલ કર્યો પછી વૃદ્ધ એવા વડીલને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું જો તમને કોઈ હરકત ન હોય તો મારે એક પ્રશ્ન પૂછવો છે. આપ આટલા બધા શ્રીમંત હોવા છતાં આપે પોતાના દીકરા ઉપર કેસ કર્યો અને એ પણ ફક્ત નાની એવી રકમ માટે આમ કેમ ?
આ પ્રશ્ન સાંભળી વૃદ્ધ વડીલ ના આંખમાં આસું આવ્યા અને બોલ્યા સાહેબ મારા દીકરાનું મોઢું જોવાની ખુબજ ઈચ્છા થયેલ હતી કારણ કે એ કામ માં એટલો વ્યસ્ત છે કે એને મળીને ઘણાજ દિવસ થયા હતા અને સામે બેસીને છોડો સાહેબ મોબાઇલ ઉપર ક્યારે વાતચીત કરી એ પણ ખબર નથી .
મારા પુત્ર ઉપર મને અત્યંત પ્રેમ છે એટલેજ મેં કેસ દાખલ કર્યો જેથી કરી એ દર મહિને મારી સામે આવે અને હું તેને મનભરીને જોઈ શકું અને તેનો મને આનંદ થાય. વૃદ્ધ વડીલનું કથન સાંભળીને ન્યાયમૂર્તિ ના આંખમાં ઝળઝળિયાં આવ્યાં.
ન્યાયમૂર્તિએ કહ્યું તમે જો મને પહેલા કીધું હોત તો મેં વડીલની સામે દુર્લક્ષ કર્યાનો અને સાર સંભાળ ન રાખવામાટે તમારા પુત્ર ને શિક્ષા કરી હોત. વૃદ્ધ વડિલ બોલ્યા મારા પુત્ર ને શિક્ષા થાય તો એ ખરાબ કહેવાત કારણ મારે એના ઉપર ખૂબજ જીવ છે અને મારથકી એને કોઈ શિક્ષા અગર ત્રાસ થાય એ મને સહન ન થાય એટલે મેં ફક્ત બે ઘડી મળે એ માટે મારે આ ઉપાય કરવો પડ્યો.
આ સંવાદ દૂરથી પુત્ર સાંભળી રહ્યો હતો અને એના અશ્રુ નો બાંધ તુટી પડ્યો અને દોડતા આવીને એ પિતાજીને ભેટી પડ્યો અને બોલ્યો બાપુજી મને માફ કરો હું આપનો ગુન્હેગાર છું .પિતાએ કહ્યું દીકરા અમને વૃદ્ધ અવસ્થામાં પુત્ર અમારી પાસે હોય એજ ઇચ્છીયે છીએ.
બસ શું જોઈએ છે વૃદ્ધ માતા પિતાને ફક્ત પ્રેમ અને હૂંફ બીજું કાંઈ નહીં ……
મિત્રો હજારો માણસો મળશે આ આયુષ્ય ના પ્રવાસ માં પણ આપણી હજારો ગલતીઓને ફરી ફરી માફ કરનાર માતા પિતા નહિ મળે.
ખરું કહ્યું છે ને ?