એક સારી વાત…

અચાનક મારો મિત્ર..અને તેની પત્ની સુધા…સવારે મારા ઘરે સામાન લઇ ઉતર્યા….
તેમને આવકાર્યા પછી અચાનક આવી રીતે પાછા આવવા નું કારણ પૂછ્યું……

મારા મિત્ર દિપેને….જણાવ્યું…કે અમે સવારે એરપોર્ટ થી ઘરે ગયા..ઘરે તાળું…..પપ્પા મમ્મી ઘરે નથી..આવી રીતે જાણ કર્યા વગર થોડું ક્યાંય જવાતું હશે…..?

ક્યાં ગયા હશે….દિપેન માથે હાથ રાખી બોલ્યો….

મેં કીધું..તેં છેલ્લો ફોન કયારે કર્યો હતો…?

દિપેન બોલ્યો…એક મહિના ઉપર….પણ પપ્પા બરાબર જવાબ આપતા ન હતા..વાત ને ટૂંકાવી નાખતા હતા…
મમ્મી ને ફોન આપવા નું કીધુ..તો બોલ્યા એ સૂતી છે.

દિપેન ના પપ્પા સાથે મારે સારૂ ફાવતું…સ્પષ્ટ વક્તા…અને કડક મિજાજ ના છતાં..મને જ્યારે મળે..કે હું ઘરે તેના જાવ..ત્યારે એક આત્મીયતા..થી આવકાર આપે…જાણે કોઈ ગત જન્મ ના ઋણાનુબંધ થી અમે બંધાયા હોય…
મને પણ એક વડીલ તરીકે તેમના ઉપર માન હતું

મારા મિત્ર ..દિપેન અને તેની…પત્ની સુધાએ અચાનક કેનેડા તેના પુત્ર પાસે રહેવા જવાનો નિર્ણય …લીધો

નક્કી કર્યું તેનો વાંધો ન હતો પણ સમય…સંજોગો..અને પરીસ્થિતિ વિપરીત હતી…માઁ બાપ ની શારીરિક માનસિક સ્થિતિ ઉમ્મર ને કારણે લથડી રહી હતી…..
આવા મોટા ઘર મા રાત્રે તકલીફ પડે તો તેઓ એકલા શું કરશે ? એ પણ વિચાર દિપેન ને કેમ ન આવ્યો..?

દિપેન અને તેની પત્ની કેનેડા ગયા પછી…હું મહિના માં બે ત્રણ વખત તેના મમ્મી પપ્પા એકલા હોવાથી તેમની ખબર અંતર અને કામકાજ હોય તો પૂછવા જતો…બાકી કામકાજ માટે મોબાઈલ નંબર તો મારો તેમને આપ્યો જ હતો.

એક દિવસ.હું તેમના ઘરે ગયો…
દિપેન ના મમ્મી નું મોઢું..રડેલ હતું….અને તેના પાપા કોઈ મૂંઝવણ સાથે બેઠા હતા…

મેં કીધું..કાકા..કેમ આજે ઉદાસ છો..ચાલો થોડો દિવસ મારા ઘરે..રોકવા..આનંદ તમને પણ થશે ..અને મને પણ થશે…..
બેટા.. તારો દિલ થીં આભાર…
ઘરે તો નહી આવું ..પણ તારા કાકી ની તબિયત બે દિવસ થી સારી નથી રહેતી..રોજ રડે છે..અને કહે છે..ભગવાન આ સંસાર માં હવે કઇ નથી રહ્યું..મને ઉપાડી લે…..

મારી આંખ ભીની થઇ ગઇ…બાળકો ની જયારે ઘડપણ મા માઁ બાપ ને જરૂર હોય ત્યારે..આવી રીતે અનાથ અવસ્થા માં મૂકી ને જવું મારા મિત્ર દિપેન નું પગલું ત્યારે પણ મને અવિચારી અને યોગ્ય ન લાગ્યું હતું..અને આજે પણ ..
મેં તેને ત્યારે પણ સીધો સવાલ કર્યો હતો.. તું આ ઘરડા માઁ બાપ ને કોના ભરોસે મૂકી ને જાય છે..?

મને એ વખતે દિપેને નફ્ફટ જવાબ આપ્યો હતો..
મારા માઁ બાપ એકલા થોડા છે..દુનિયા માં ઘણાય માઁ બાપ એકલા રહે છે અને જીવે છે .

મેં કીધું… કાકા..આપણે પ્રથમ દવાખાને જઈ આવીયે….
માંદગી ને વાળી ન મુકાય..તેમા પણ ઘડપણ મા તો નહીજ…..

દવાખાને ડોક્ટર એ ચેક કરી કીધુ..માનસિક આઘાત ને કારણે ડિપ્રેશન મા બા આવી ગયા છે..બે ત્રણ દિવસ..
અહીં દાખલ કરી દયો…બધું બરાબર થઈ જશે…

હું..ત્રણ દિવસ તેમની સાથે રહ્યો…ઘરે ટિફિન અને અન્ય વ્યવસ્થા..મારી પત્ની કાવ્યા એ સંભાળી…

હોસ્પિટલ માં કાકા (દિપેન ના પપ્પા) સાથે બેઠો હતો..
તે બોલ્યા.. બેટા… એક વાત કહું..?

હા બોલો ને….કાકા

બેટા.. જીંદગી મા નિસંતાન રહેવું..જોઈયે એવું આ ઉમ્મરે મને કેમ લાગે છે….?
સંતાન અને પરિવાર હોય તો..માયા લાંગે ને…

પણ કાકા તમારે તો બે સંતાન છે..ચિંતા શુ કામ કરો છો ?

હા બેટા…. બે સંતાન છે ..એ જ ઉપાધિ..છે..
એક ભણી ને વિદેશ જતો રહ્યો..બીજો મારી સાથે રહેતો હતો…..વિદેશ ગયેલ જીતુ…બે ત્રણ વર્ષે ઇન્ડિયા આવે…ઔપચારિક લાગણીઓ બતાવી પાછો જતો રહે…

સાથે રહેતા દિપેન ના મગજ માં ધીરે.. ધીરે…કોઈએ ઝેર નાખ્યું… માઁ બાપ ને સાચવવા ની બધી જવબદારી તારી એકલા ની જ છે….જીતુ જલસા કરે અને તૂટવા નું તારે એકલા એ….પ્રોપર્ટી માં ભાગ લેતી વખતે તો એ પણ ઉભો રહેશે..

બસ આટલી વાત ઉપર તારા મિત્રનું ..વાણી વર્તન વ્યવહાર અમારી તરફ અચાનક બદલવા લાગ્યું….
અને એક દિવસ દિપેને અચાનક તેના પુત્ર પાસે વિદેશ જવાનું નક્કી કરી નાખ્યું..

મારા બે પુત્રો ના અહંમ રૂપી ટકરાવ ના અમે ઘરડા માઁ બાપ શિકાર બન્યા..બેટા..

મને કહે બેટા એક કામ મારૂ.. છેલ્લું કરી દે….
હોસ્પિટલે થી ઘરે જવાની હવે મારી પણ ઈચ્છા નથી…
આપણા શહેર માં અત્યંત આધુનિક ઘરડાઘર બન્યા છે..તેમાં અમારૂ ગોઠવી દે…આ ખોળિયા માં જીવ રહેશે ત્યાં સુધી હું તારો આભાર માનીશ…રૂપિયા ની ચિંતા ન કરતો..

એકલતા તારા કાકી થી જીરવાતી નથી..અને મારા થી એ જોવાતું નથી..ઘરડાઘર મા મેડિકલ સારવાર પણ મળે છે…મંદિર , બાગ બગીચા પણ અંદર જ હોય છે એક બીજા ને અંદર મળતા રહેશુ..તો અમારો સમય પણ પસાર થતો રહેશે

બાળપણ માં ATM કાર્ડ તરીકે અમે કામ કર્યું…જયારે તેમને આધાર કાર્ડ બનવાનું આવ્યું ત્યારે જવબદારી માંથી તેઓ છટકી ગયા..બેટા.. કહી…કાકા..અત્યાર સુધી રાખેલ હિમ્મત ખોઈ બેઠા..અને રડી પડ્યા…
મેં તેમના ખભે હાથ મૂકી કીધુ..તમે એકલા નથી…કાકા..હું..તમારી સાથે જ છું….ચિતા ન કરો……

બેટા .. મારૂ મકાન પણ વેચી માર….જેને અમારી ચિંતા નથી તેની અમારે શા માટે ચિંતા કરવી જોઈએ….?

અમે વાતો કરતા હતા ત્યાં અંદર થી ડોક્ટર આવ્યા…બા ની તબિયત નાજુક છે.. તમારા બાળકો ને બોલાવવા હોય તો બોલાવી લ્યો…કાકા એ મારી સામે જોયું….અમે અંદર દોડતા ગયા…

બા એ કાકા નો હાથ પકડ્યો અને બોલ્યા..
તમારી તબિયત સંભાળજો.. મારી સામે જોઈ કહી કેહવા પ્રયતન કરે એ પહેલાં…કાકી એ સ્વાર્થી દુનિયાથી નાતો છોડી દીધો….કાકા પણ કાકી નો હાથ પકડી ખૂબ રડ્યા..

પછી મક્કમ થઈ બોલ્યા
મારા કોઈ છોકરાઓ ને આ જાણ ન કરવા હાથ જોડી વિનંતી કરી….તેણે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો….જેથી તેના બાળકો ના ફોન ન આવે…

થોડા દિવસ મારે ત્યાં રહ્યા…પછી .તેમણે ઘરડા ઘરમાં રહેવા ની વ્યવસ્થા કરી લીધી…અને તેમનું મકાન પણ તેમણે વેચી નાખ્યું….

મેં કીધું…દોસ્ત. કેમ..કેનેડા ના ફાવ્યુ..
એ બોલ્યો….દોસ્ત… નજર થી દુર એ દિલ થીં..દુર..
મારા પુત્ર ને કે તેની પત્ની ને અમારી હાજરી કે લાગણી ની કોઈ કિંમત જ નથી.. તો શા માટે અમારે ત્યાં રહેવું જોઈયે ..અમને ભૂતકાળ મા એવા સરસ સાચવ્યા અને રાખ્યા હતા..પણ અમે ભોળા હતા અમને ખબર થોડી હતી કે એ લોકો નો સ્વાર્થ હતો ..તેમના છોકરા મોટા કરવા નો….એતો.પૂરો થઈ ગયો..હવે અમારી હાજરી ખૂંચવા લાગી…

મારે..મારા મિત્ર ને કેમ સમજાવવો..કે હે.. દોસ્ત..
તું ખોટા સમયે આવ્યો છે…પંખી નો…માળો પીંખાઇ ગયા પછી આવવા નો મતલબ નથી…રહેતો
તું તારા ઘર ને તાળું જોવે છે…એ ઘર હવે તારું નથી….
તેનો માલિક તો ક્યાર નો બદલાઈ ગયો છે…..
તારા બાપ સામે આંખ મેળવી ઉભવા લાયક પણ તું નથી રહ્યો.
તેં તારા બાપ ને રસ્તા ઉપર લાવી દીધો….તારા છોકરા એ તને રસ્તા ઉપર લાવી દીધો….

મેં જ્યારે મક્કમ થઈ બધી હકીકત તેને જણાવી..ત્યારે તે માથે હાથ મૂકી ખૂબ રડ્યો….અને બોલ્યો…
હવે તો અમારે પણ ઘરડાઘર જ ગોતવાનો વારો આવ્યો..

મિત્રો…
માઁ બાપ ના આંસુનું વજન માપવા નો પ્રયત્ન કદી ન કરતા..
પસ્તાશો….

કારણ કે…
માઁ બાપ ની હાય અને લાચાર માણસના આંસુ
એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે,
એનું બિલ સીધું ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s