ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું :
‘મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા… મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’
સંસ્થાના સંચાલકે કહ્યું ;
‘બોલ, બહેન ! તને શી મદદ કરીએ ?’
યુવતી ભીના અવાજે બોલી : ‘મારે બીજું કાંઈ નથી જોઈતું… બસ, થોડું કરિયાણું અને અનાજ આપો… એટલું ઘણું છે !’
‘બહેન ! અમે તને મદદ જરૂર કરીશું, પરંતુ તું ઇચ્છે છે એ રીતે નહીં; અમે ઇચ્છીએ છીએ એ રીતે ! તું જીવનભર લાચાર અને ઓશિયાળી બની રહે એ ઠીક નથી… તારે વારંવાર લોકો પાસે મદદ માગીને સ્વમાનહીન જીવન જીવવું પડે એ પણ યોગ્ય નથી…’
મદદ માગવા આવેલી યુવતીને કશું સમજાયું નહીં. એને અગાઉનો એવો ઘણો અનુભવ હતો કે કેટલાક કહેવાતા મોટા માણસો મદદ ન કરવી પડે એટલે માત્ર ઉપદેશ આપતા હોય છે ! છતાં એ લાચાર યુવતી સંચાલકની વાત સાંભળી રહી. સંચાલકે એને કહ્યું,
‘જો, બહેન ! અમારી સંસ્થા તરફથી તને વેફર બનાવવાનાં બે મશીન આપીશું. સાથેસાથે તને થોડા બટાકા પણ અપાવીશું. તારા પતિના પગ કપાઈ ગયા છે, પણ પલંગ પર બેઠાબેઠા કામ કરવાનું એને જરૂર ફાવશે. આજથી હવે તારે અને તારા પતિએ બંનેએ બટાકાની વેફર બનાવવાનું કામ કરીને રોજી મેળવવાનો ઉદ્યમ કરવાનો છે…’
‘જી, આભાર !’ યુવતી બોલી.
સેવાભાવી સંસ્થાના સંચાલકે એ મહિલાને વેફર બનાવવાનાં બે મશીન આપ્યાં, 50 કિલો બટાકા અપાવ્યા અને એમાંથી બનેલી વેફર વેચવા માટે એક નમકીનની દુકાને ભલામણ કરી દીધી.
બધું લઈને એ મહિલા એના ઘરે પાછી ગઈ…
લગભગ છ મહિના પછી એ મહિલા ફરીથી આ સેવાભાવી સંસ્થામાં આવી.
આ વખતે એના ચહેરા પર વિષાદ નહોતો, આનંદ હતો ! આ વખતે એના અવાજમાં વ્યથા નહોતી, આત્મવિશ્વાસ હતો ! એ પોતાની સાથે થેલીમાં વેફર બનાવવાનાં બીજાં દસ મશીન લઈને આવી હતી. એણે સંચાલક સામે એ 10 મશીન મૂક્યાં અને કહ્યું, ‘સાહેબ ! આજ પછી આપની પાસે મારી જેમ કોઈપણ વ્યક્તિ મદદ માગવા માટે આવે, તો એને મારા તરફથી આ મશીન આપજો ! તમે મને લાચાર અને મજબૂર બનવાને બદલે, સ્વમાનથી અને આત્મનિર્ભર બનીને જીવવાનું શીખવાડ્યું છે. હું આપની સંસ્થાને દર વર્ષે વેફર બનાવવાનાં મશીન ભેટ આપતી રહીશ…!’
સેવાભાવી સંસ્થા પાસે મદદ માગવા આવેલી પેલી લાચાર મહિલા, આજે આત્મનિર્ભર બનીને સામેથી ડોનેશન આપવા સુધી પહોંચી ચૂકી હતી !
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓએ મજબૂર નહીં, મજબૂત બનાવવાનો દિવસ ! પોતાને મળેલી દરેક તકનો ઉપયોગ નજીકના સ્વાર્થ માટે નહીં પરંતુ લાંબા સમયના લાભ માટે કરવાની ત્રેવડ વ્યક્તિને માત્ર સફળતાના જ નહીં, ગૌરવના શિખરે પહોંચાડે છે !
આ પ્રેરક કથા સત્ય ઘટના છે.❤️👍🙏

From – Dr Ankit Patel physiotherapist specialist in shoulder

BIO-Clock

બહાર જવાનું હોય કે કોઈ કામ હોય તો આપણે સવારે ૪.૦૦ વાગ્યે ઘડિયાળના એલાર્મ સાથે સૂઈ જઈએ છીએ.

પરંતુ કેટલીક વાર આપણે એલાર્મ પહેલાં જાગી જઈએ છીએ. આ બાયો-ક્લોક છે.*

ઘણા લોકો માને છે કે તેઓ 80 – 90* ની ઉંમરે ઉપર જશે

ઘણા લોકો 50-60 વર્ષની ઉંમરે બધા રોગો તેમને ઘેરી લેશે તેવું માનીને પોતાના મનમાં પોતાની બાયો-ક્લોક સેટ કરી દે છે.

એટલે જ સામાન્ય રીતે ૫૦-૬૦ વર્ષની ઉંમરે લોકો રોગોથી ઘેરાયેલા રહે છે અને ઝડપથી ભગવાનને પ્રિય બની જાય છે.

હકીકતમાં, આપણે અજાણતાં જ આપણી ખોટી બાયો-ક્લોક સેટ કરીએ છીએ.

ચીનમાં લોકો 100 વર્ષ સુધી આરામથી રહે છે. તેમની બાયો-ક્લોક એ જ રીતે સેટ કરવામાં આવી છે*.

તો મિત્રો,

આપણે આપણી બાયો-ક્લોકને એવી રીતે સેટ કરવી જોઈએ કે આપણે ઓછામાં ઓછા 100 વર્ષ જીવી શકીએ.*

યાદ રાખો કે ઉંમર એ માત્ર એક સંખ્યા છે, પરંતુ “વૃદ્ધાવસ્થા” એ માનસિકતા છે. કેટલાક લોકો 75 વર્ષની ઉંમરે યુવાન લાગે છે, તો કેટલાક લોકો 50 વર્ષની ઉંમરે પણ વૃદ્ધ અનુભવે છે.

આપણે એવી માન્યતા રાખવી પડશે કે ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરે આપણે એ બધા રોગોથી દૂર થઈ જઈશું જે અગાઉ પણ થઈ ચૂક્યું છે, જેથી આપણી બાયો-ક્લોક પણ એ જ રીતે સેટ થઈ જાય અને કોઈ રોગ થવાની શક્યતા ન રહે.*

૩. જુવાન દેખાઓ. તમારા વેશભૂષાને રાખો, અને જુવાન દેખાઓ, વૃદ્ધત્વના દેખાવને મંજૂરી આપશો નહીં.*

૪. સક્રિય રહો. ચાલવાને બદલે જોગિંગ કરવું.*

  1. એ વાતનું ધ્યાન રાખો કે ઉંમર વધવાની સાથે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. (આ વાત સાચી છે*).

6. આપણી માનસિકતા જ દરેક વસ્તુનું કારણ છે.

ક્યારેય પણ, ક્યારેય બાયો-ક્લોકને તમારો અંત સેટ કરવાની મંજૂરી આપશો નહીં….

બાયો-ક્લોકને ક્યારેય તમારું સૌથી ઝડપી સ્વર્ગ ન બનવા દો*

મહાભારત માથી……

મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે, જાણો દુઃખનું કારણ,

18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને 80 વર્ષ જેવી કરી દીધી હતી… શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ.

નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી. પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા.

અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી.

એટલામાં જ શ્રીકૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી શ્રીકૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે. શ્રીકૃષ્ણ તેના માથા પર હાથ મુકે છે અને તેને રડવા દે છે.

થોડી વાર પછી, તે તેણીને પોતાનાથી અલગ કરે છે અને તેને બાજુના પલંગ પર બેસાડે છે.

દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં વિચાર્યું નહોતું.

શ્રીકૃષ્ણ : નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી… તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે.

તું વેર લેવા માંગતી હતી અને તું સફળ થઈ, દ્રૌપદી! તારું વેર પૂરું થયું… માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા, તારે તો ખુશ થવું જોઈએ!

દ્રૌપદી : સખા, તમે મારા ઘા સાજા કરવા આવ્યા છોકે તેના પર મીઠું છાંટવા?

શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી. હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણાં કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે… તો આપણા હાથમાં કશું રહેતું નથી.

દ્રૌપદી : તો શું, આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું શ્રીકૃષ્ણ?

શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ.

પરંતુ, જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખતી, તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત.

દ્રૌપદી : હું શું કરી શકતી હતી શ્રીકૃષ્ણ?

શ્રીકૃષ્ણ : તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તેં કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક ન આપી હોત. તો, કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત!

એ પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો, ત્યારે તેં તેનો સ્વીકાર કર્યો ન હતો, તો પણ પરિણામ કંઈક અલગ હોત.
અને તે પછી તેં પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું… કે આંધળાના પુત્ર આંધળા હોય છે. જો આવું ન કહ્યું હોત, તો તારું
ચીર હરણ ન થયું હોત. તો પણ કદાચ, સંજોગો અલગ હોત.
“આપણા શબ્દો જ પણ આપણાં કર્મ હોય છે” દ્રૌપદી.

અને, આપણે બોલતા પહેલા આપણા દરેક શબ્દને તોલવા ખૂબ જ જરૂરી હોય છે, નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં, પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુ:ખી કરે છે.

દુનિયામાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું “ઝે-ર” તેના “દાંત” માં નથી “શબ્દો” માં હોય છે. તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરો. કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે.

એકસદર_બોધકથા

એક જંગલમાં સિંહ સિંહણ પોતાના બચ્ચાને એકલા છોડીને શિકાર માટે દૂર નીકળી ગયા જ્યારે તે લાંબા સમય સુધી પરત ન ફર્યો તો બચ્ચા ભૂખથી રડવા લાગ્યા.
એ વખતે એક બકરી ત્યાં ઘાસ ચરતી હતી સિંહના બચ્ચાને ભૂખથી પીડાતા જોઈને તેને દયા આવી અને તેણે બચ્ચાઓને પોતાનું દૂધ પીવડાવ્યું પછી બચ્ચા ફરીથી રમવા લાગ્યા.
પછી સિંહ સિંહણ આવ્યા સિંહ બકરી પર હુમલો કરવા જતો હતો એ વખતે બચ્ચાં એ કહ્યું કે બકરી એ અમને દૂધ પીવડાવીને ઉપકાર કર્યો છે નહીં તો અમે મરી ગયા હોત.
પછી સિંહ ખુશ થયો અને આભારની ભાવના સાથે બોલ્યો અમે તમારો ઉપકાર ક્યારેય ભૂલીશું નહીં જાઓ હવે જંગલમાં મુક્તપણે ફરો અને મજા કરો.
હવે બકરી જંગલમાં નિર્ભયતાથી રહેવા લાગી સિંહની પીઠ પર બેસીને પણ તે ક્યારેક ઝાડના પાંદડા ખાતી હતી.
એક ગરુડે આ દ્રશ્ય જોયું આશ્ચર્યચકિત થઈને બકરીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે ઉપકારનુ કેટલું મહત્વ છે.
ગરુડને લાગ્યું કે હું પણ ઉપકાર કરું થોડે દૂર ઉંદરોના બચ્ચા કાદવમાં ફસાયા હતા. તે બહાર નીકળવાની ઘણી કોશિશ કરતા પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ જતા હતા.ગરુડ તેમને પકડીને સલામત સ્થળે લઈ ગયો બચ્ચા ભીના હોઇ ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા.ગરુડે તેમને તેની પાંખોમાં ઢાંકી દીધા જેથી બચ્ચા ને ઘણી હુફ મળી.થોડા સમય પછી જ્યારે ગરુડ ઉડવા ગયુ ત્યારે તે ઉડી ન શક્યુ કારણ કે ઉંદરોના બચ્ચાઓએ તેની પાંખો ચાવી ખાધી હતી.
જ્યારે ગરુડે બકરીને પૂછ્યું કે તેં પણ ઉપકાર કર્યો અને મેં પણ કર્યો તો પછી તેનું ફળ આપણને અલગ અલગ કેમ મળ્યું?
બકરી હસી પડી અને ગંભીરતાથી બોલી…. સિંહો પર ઉપકાર કરાય ઉંદરો પર નહીં, કારણકે કાયર ક્યારેય ઉપકાર યાદ રાખતા નથી અને બહાદુર ક્યારેય ઉપકાર ભૂલતા નથી.
કહેવાનું તાત્પર્ય એજ છે કે તમારો મત પણ કોઈ સીંહ હોય એને જ આપજો બાકી એવાં ઉંદરડા તો કેટલાંય આવશે લોલીપોપ દેશે ને પછી પાંખો કાપી ને ભાગી જાશે પછી માથે ઓઢીને રોવાનો વારો આવે એના કરતાં પહેલી પસંદ સીંહ ની કરજો.

“અપૂર્ણતામાં આનંદ”

ગત શનિવારે ૧૨ તારીખે મારા એક પેશન્ટના ગ્રાંડમધર જેઓ એક વૃધ્ધાશ્રમ સાથે સંકળાયેલા છે તેમનો ફોન આવ્યો કે કાલે (રવિવારે) તમે થોડો સમય કાઢીને આશ્રમે આવો, અમે બધા જ વડીલોના B12 અને D3 ના બ્લડ રીપોર્ટસ કઢાવેલા છે. ૨૬ વડીલો છે. તમે બધાના રીપોર્ટસ જોઈ લો. જરુરી દવા અને સલાહસૂચન કરો.
રવિવારે બપોરે હું આશ્રમ પહોંચી ગયો. મારા માતાપિતા સમાન વડીલોને મળી તેમના બધાના રીપોર્ટસ જોઈ તેમને દવા અને ખોરાક વિશે સમજાવ્યું. આ મુલાકાત સાથે મારા મનમાં વર્ષોથી વૃદ્ધાશ્રમના વડીલો માટે એક પ્રશ્ન સતાવતો હતો તેનો જવાબ શોધવા પણ મેં પ્રયત્ન કર્યો. મારા મનમાં પ્રશ્ન હતો કે, ‘તમને શું લાગે છે કે કઈ વસ્તુને લીધે તમારે અહીં આવવું પડ્યું?’ મને જે જવાબ મળ્યો તેનું તારણ માત્ર વડીલો માટે જ નહીં પણ યુવાન પતિ-પત્ની અને આપણા બધા માટે પણ માનવીય સબંધોના હાર્દને સમજવા જેવું છે.
વીસ જેટલા વડીલોએ જવાબ આપ્યો. જેઓ બે વર્ષથી ઓછા સમયથી આશ્રમમાં હતા તે લોકો હજુ ગુસ્સામાં હતા અને અહીં આવવા માટે તેઓના સ્વજનને જ કારણભૂત ગણતા હતા. જેમને બે વર્ષથી વધુ સમય થયો હતો તેમને તેમની ભૂલનું અને જીવનનું સત્ય સમજાઈ ચુક્યું હતું.
“અમારે અહીં આવવું પડ્યું તેનું કારણ અમે અમારા કુટુંબીજનો પાસે વધુ અપેક્ષા રાખી તે જ હતું. અપેક્ષા સાથે અમે તેમને બદલવા માંગતા હતા. અપેક્ષા સાથે તેઓ અમારા વિચારો પ્રમાણેનું જીવન જીવે તેમ ઈચ્છતા હતા. અમારી એક અપેક્ષા પૂર્ણ થાય અને તરત અમે બીજી અપેક્ષિત માંગણી શરુ કરી દેતા હતા. અમારા કુટુંબીજનો અને સંતાનોને જેવા છે તેવા સ્વીકારવામાં અને જે મળ્યું છે તેનો આનંદ લઈ જીવન આગળ વધારવામાં અમે કાચા પડ્યા અને અમારે અહીં આવવું પડ્યું. જો ઈશ્વર ફરી તક આપે તો અમે અમારી ભૂલ સુધારી ફરી જીવનનો આનંદ લેવા તૈયાર છીએ.”
તૂટેલા સબંધો સાંધવાની તક વધુ અપેક્ષાઓ રાખનારને ઓછી મળે છે. અપેક્ષા અને શરતો વધે ત્યાં વિસ્તરેલા સબંધોનું સંકોચન શરુ થઇ જાય છે. વધુ અપેક્ષા રાખનાર વ્યક્તિઓ શરીર પર થયેલા ગુમડા સમાન હોય છે. ધીરે ધીરે શરીર જ તેને પોતાનાથી દુર કરી દે છે. ‘અમે તેમના માટે આટલું બધું કર્યું તો એ અમારા માટે આટલું પણ જતું ના કરે’ વડીલોનો આ વિચાર સપૂર્ણ પણે સાચો છે, પણ એ વિચાર એટલો બધો જાયન્ટ ના થઇ જવો જોઈએ કે જેની સાઈઝ નીચે સંતાનોની સ્વત્રંત્રતા છીનવાઈ જાય.
એક વડીલે પોતાની વાત કહી. “મને મહિને ૨૨,૦૦૦ રૂ પેન્શનના આવતા હતા. હું એમ આગ્રહ રાખતો કે બધા જ પેન્શનની બચત થાય જે ભવિષ્યમાં સંતાનોના કામમાં જ લાગે અને હું છોકરાના પૈસા વાપરું. મારા આવા વર્તનને લીધે ધીરે ધીરે મારા પોતાના જ પારકા થઇ ગયા. મેં મારું જ પેન્શન બચાવવાને બદલે મારા, મારા સંતાનો અને પૌત્રો માટે વાપર્યું હોત તો મારે અહીં આવવાનો વારો ના આવત.” અન્ય વડીલોમાંથી એકને પોતાના પુત્ર અને પુત્રવધુ માટે સવારે ઉઠવા માટેના સમય માટે તકલીફ હતી, એક બા ને પોતાની વહુ વાંરવાર પિયર જતી તે તકલીફ હતી. મોટાભાગનાની તકલીફો સંતાનોની જીવનશૈલીમાં વધુ પડતું માથું મારવું ત્યાં જ આવી અટકતી હતી.
પોતાના જ માણસો પાસેની વધુ પડતી અપેક્ષા કોઈ એક ચોક્કસ તબક્કા સુધી બધાને માટે સહન થતી હોય છે. અપેક્ષાઓનો ભાર જ્યારે બોજ બની જાય અને સહનશક્તિનો અતિરેક આવી જાય ત્યારે સબંધો વચ્ચેની કડવાશ સબંધોના પૂર્ણવિરામ સુધી પહોંચે છે. વડીલો પોતાના સંતાનોને સલાહસૂચન ના આપી શકે તેવી વાત નથી પણ ટુંકાણમાં પોતાનું સૂચન જણાવી પછી સંતાન પોતાની રીતે નિર્ણય લે તેવી સ્વત્રંત્રતા તેને આપવાથી વાત આગળ ના વધે. પણ પોતાના કહ્યા પ્રમાણે જ અને પોતાની ઈચ્છા પ્રમાણે જ ઘરમાં થવું જોઈએ તેવી વર્તણુક રાખનાર વડીલો સમય જતા એકલા પડી જતા હોય છે.
ઈશ્વરે આપણને બે પ્રકારના સબંધો આપેલા છે. મેળવેલા સબંધો (કુટુંબીજનો) અને કેળવેલા સબંધો (મિત્રો, સગા અને પડોશીઓ). મેળવેલા સબંધોમાં જ અપેક્ષાઓ વધુ હોય છે. મેળવેલા સબંધોમાં જે છે તે સ્વીકારી તેમાં જ રહેલી શ્રેષ્ઠ વસ્તુને સ્વીકારી જે લોકો આગળ વધે છે તે લોકો જીવનનો શ્રેષ્ઠ આનંદ લઇ શકે છે. મેળવેલા સબંધોમાં અપેક્ષા ઝેરી તત્વ છે. એકબીજાની અપૂર્ણતા સ્વીકારવામાં પણ એક આનંદ હોય છે. મિત્રતા એટલે તો વર્ષો સુધી ટકે છે. પોતાના માણસ મિત્ર નથી તે પોતાના માણસનો વાંક નથી પણ પોતાના માણસમાં મિત્રતાના દર્શન નહીં કરી પોતે દુખી થઈ પીડા વહોરી લેવાની પોતાની જ વૃતિ તકલીફોનું કારણ હોય છે. જે વ્યક્તિઓ પોતાની જ વ્યક્તિઓની અપૂર્ણતાને અવગણી શકતા નથી તેમની અપેક્ષાઓ જ તેમને પોતાનાથી છુટા પાડતી હોય છે.

મદદ…

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

“આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?” તેણે પૂછ્યું. મેં કહ્યું, “હા, હું જ આનંદ છું. અને તમે…?”

સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, “બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે.”

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, “મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું,” દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. “

રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, “ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા.” અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે – ચાર ફોન કર્યાં.

મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ – બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.

તેણે કહ્યું, “આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે.”

“કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ.” એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, “આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ.”

મેં તેને કહ્યું, “મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ.”

પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.

વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, “દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં.”

“ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં” કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.

જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, “આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ.”

મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, “હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે.”

મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, “પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!

મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે…

એક સારી વાત…

અચાનક મારો મિત્ર..અને તેની પત્ની સુધા…સવારે મારા ઘરે સામાન લઇ ઉતર્યા….
તેમને આવકાર્યા પછી અચાનક આવી રીતે પાછા આવવા નું કારણ પૂછ્યું……

મારા મિત્ર દિપેને….જણાવ્યું…કે અમે સવારે એરપોર્ટ થી ઘરે ગયા..ઘરે તાળું…..પપ્પા મમ્મી ઘરે નથી..આવી રીતે જાણ કર્યા વગર થોડું ક્યાંય જવાતું હશે…..?

ક્યાં ગયા હશે….દિપેન માથે હાથ રાખી બોલ્યો….

મેં કીધું..તેં છેલ્લો ફોન કયારે કર્યો હતો…?

દિપેન બોલ્યો…એક મહિના ઉપર….પણ પપ્પા બરાબર જવાબ આપતા ન હતા..વાત ને ટૂંકાવી નાખતા હતા…
મમ્મી ને ફોન આપવા નું કીધુ..તો બોલ્યા એ સૂતી છે.

દિપેન ના પપ્પા સાથે મારે સારૂ ફાવતું…સ્પષ્ટ વક્તા…અને કડક મિજાજ ના છતાં..મને જ્યારે મળે..કે હું ઘરે તેના જાવ..ત્યારે એક આત્મીયતા..થી આવકાર આપે…જાણે કોઈ ગત જન્મ ના ઋણાનુબંધ થી અમે બંધાયા હોય…
મને પણ એક વડીલ તરીકે તેમના ઉપર માન હતું

મારા મિત્ર ..દિપેન અને તેની…પત્ની સુધાએ અચાનક કેનેડા તેના પુત્ર પાસે રહેવા જવાનો નિર્ણય …લીધો

નક્કી કર્યું તેનો વાંધો ન હતો પણ સમય…સંજોગો..અને પરીસ્થિતિ વિપરીત હતી…માઁ બાપ ની શારીરિક માનસિક સ્થિતિ ઉમ્મર ને કારણે લથડી રહી હતી…..
આવા મોટા ઘર મા રાત્રે તકલીફ પડે તો તેઓ એકલા શું કરશે ? એ પણ વિચાર દિપેન ને કેમ ન આવ્યો..?

દિપેન અને તેની પત્ની કેનેડા ગયા પછી…હું મહિના માં બે ત્રણ વખત તેના મમ્મી પપ્પા એકલા હોવાથી તેમની ખબર અંતર અને કામકાજ હોય તો પૂછવા જતો…બાકી કામકાજ માટે મોબાઈલ નંબર તો મારો તેમને આપ્યો જ હતો.

એક દિવસ.હું તેમના ઘરે ગયો…
દિપેન ના મમ્મી નું મોઢું..રડેલ હતું….અને તેના પાપા કોઈ મૂંઝવણ સાથે બેઠા હતા…

મેં કીધું..કાકા..કેમ આજે ઉદાસ છો..ચાલો થોડો દિવસ મારા ઘરે..રોકવા..આનંદ તમને પણ થશે ..અને મને પણ થશે…..
બેટા.. તારો દિલ થીં આભાર…
ઘરે તો નહી આવું ..પણ તારા કાકી ની તબિયત બે દિવસ થી સારી નથી રહેતી..રોજ રડે છે..અને કહે છે..ભગવાન આ સંસાર માં હવે કઇ નથી રહ્યું..મને ઉપાડી લે…..

મારી આંખ ભીની થઇ ગઇ…બાળકો ની જયારે ઘડપણ મા માઁ બાપ ને જરૂર હોય ત્યારે..આવી રીતે અનાથ અવસ્થા માં મૂકી ને જવું મારા મિત્ર દિપેન નું પગલું ત્યારે પણ મને અવિચારી અને યોગ્ય ન લાગ્યું હતું..અને આજે પણ ..
મેં તેને ત્યારે પણ સીધો સવાલ કર્યો હતો.. તું આ ઘરડા માઁ બાપ ને કોના ભરોસે મૂકી ને જાય છે..?

મને એ વખતે દિપેને નફ્ફટ જવાબ આપ્યો હતો..
મારા માઁ બાપ એકલા થોડા છે..દુનિયા માં ઘણાય માઁ બાપ એકલા રહે છે અને જીવે છે .

મેં કીધું… કાકા..આપણે પ્રથમ દવાખાને જઈ આવીયે….
માંદગી ને વાળી ન મુકાય..તેમા પણ ઘડપણ મા તો નહીજ…..

દવાખાને ડોક્ટર એ ચેક કરી કીધુ..માનસિક આઘાત ને કારણે ડિપ્રેશન મા બા આવી ગયા છે..બે ત્રણ દિવસ..
અહીં દાખલ કરી દયો…બધું બરાબર થઈ જશે…

હું..ત્રણ દિવસ તેમની સાથે રહ્યો…ઘરે ટિફિન અને અન્ય વ્યવસ્થા..મારી પત્ની કાવ્યા એ સંભાળી…

હોસ્પિટલ માં કાકા (દિપેન ના પપ્પા) સાથે બેઠો હતો..
તે બોલ્યા.. બેટા… એક વાત કહું..?

હા બોલો ને….કાકા

બેટા.. જીંદગી મા નિસંતાન રહેવું..જોઈયે એવું આ ઉમ્મરે મને કેમ લાગે છે….?
સંતાન અને પરિવાર હોય તો..માયા લાંગે ને…

પણ કાકા તમારે તો બે સંતાન છે..ચિંતા શુ કામ કરો છો ?

હા બેટા…. બે સંતાન છે ..એ જ ઉપાધિ..છે..
એક ભણી ને વિદેશ જતો રહ્યો..બીજો મારી સાથે રહેતો હતો…..વિદેશ ગયેલ જીતુ…બે ત્રણ વર્ષે ઇન્ડિયા આવે…ઔપચારિક લાગણીઓ બતાવી પાછો જતો રહે…

સાથે રહેતા દિપેન ના મગજ માં ધીરે.. ધીરે…કોઈએ ઝેર નાખ્યું… માઁ બાપ ને સાચવવા ની બધી જવબદારી તારી એકલા ની જ છે….જીતુ જલસા કરે અને તૂટવા નું તારે એકલા એ….પ્રોપર્ટી માં ભાગ લેતી વખતે તો એ પણ ઉભો રહેશે..

બસ આટલી વાત ઉપર તારા મિત્રનું ..વાણી વર્તન વ્યવહાર અમારી તરફ અચાનક બદલવા લાગ્યું….
અને એક દિવસ દિપેને અચાનક તેના પુત્ર પાસે વિદેશ જવાનું નક્કી કરી નાખ્યું..

મારા બે પુત્રો ના અહંમ રૂપી ટકરાવ ના અમે ઘરડા માઁ બાપ શિકાર બન્યા..બેટા..

મને કહે બેટા એક કામ મારૂ.. છેલ્લું કરી દે….
હોસ્પિટલે થી ઘરે જવાની હવે મારી પણ ઈચ્છા નથી…
આપણા શહેર માં અત્યંત આધુનિક ઘરડાઘર બન્યા છે..તેમાં અમારૂ ગોઠવી દે…આ ખોળિયા માં જીવ રહેશે ત્યાં સુધી હું તારો આભાર માનીશ…રૂપિયા ની ચિંતા ન કરતો..

એકલતા તારા કાકી થી જીરવાતી નથી..અને મારા થી એ જોવાતું નથી..ઘરડાઘર મા મેડિકલ સારવાર પણ મળે છે…મંદિર , બાગ બગીચા પણ અંદર જ હોય છે એક બીજા ને અંદર મળતા રહેશુ..તો અમારો સમય પણ પસાર થતો રહેશે

બાળપણ માં ATM કાર્ડ તરીકે અમે કામ કર્યું…જયારે તેમને આધાર કાર્ડ બનવાનું આવ્યું ત્યારે જવબદારી માંથી તેઓ છટકી ગયા..બેટા.. કહી…કાકા..અત્યાર સુધી રાખેલ હિમ્મત ખોઈ બેઠા..અને રડી પડ્યા…
મેં તેમના ખભે હાથ મૂકી કીધુ..તમે એકલા નથી…કાકા..હું..તમારી સાથે જ છું….ચિતા ન કરો……

બેટા .. મારૂ મકાન પણ વેચી માર….જેને અમારી ચિંતા નથી તેની અમારે શા માટે ચિંતા કરવી જોઈએ….?

અમે વાતો કરતા હતા ત્યાં અંદર થી ડોક્ટર આવ્યા…બા ની તબિયત નાજુક છે.. તમારા બાળકો ને બોલાવવા હોય તો બોલાવી લ્યો…કાકા એ મારી સામે જોયું….અમે અંદર દોડતા ગયા…

બા એ કાકા નો હાથ પકડ્યો અને બોલ્યા..
તમારી તબિયત સંભાળજો.. મારી સામે જોઈ કહી કેહવા પ્રયતન કરે એ પહેલાં…કાકી એ સ્વાર્થી દુનિયાથી નાતો છોડી દીધો….કાકા પણ કાકી નો હાથ પકડી ખૂબ રડ્યા..

પછી મક્કમ થઈ બોલ્યા
મારા કોઈ છોકરાઓ ને આ જાણ ન કરવા હાથ જોડી વિનંતી કરી….તેણે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો….જેથી તેના બાળકો ના ફોન ન આવે…

થોડા દિવસ મારે ત્યાં રહ્યા…પછી .તેમણે ઘરડા ઘરમાં રહેવા ની વ્યવસ્થા કરી લીધી…અને તેમનું મકાન પણ તેમણે વેચી નાખ્યું….

મેં કીધું…દોસ્ત. કેમ..કેનેડા ના ફાવ્યુ..
એ બોલ્યો….દોસ્ત… નજર થી દુર એ દિલ થીં..દુર..
મારા પુત્ર ને કે તેની પત્ની ને અમારી હાજરી કે લાગણી ની કોઈ કિંમત જ નથી.. તો શા માટે અમારે ત્યાં રહેવું જોઈયે ..અમને ભૂતકાળ મા એવા સરસ સાચવ્યા અને રાખ્યા હતા..પણ અમે ભોળા હતા અમને ખબર થોડી હતી કે એ લોકો નો સ્વાર્થ હતો ..તેમના છોકરા મોટા કરવા નો….એતો.પૂરો થઈ ગયો..હવે અમારી હાજરી ખૂંચવા લાગી…

મારે..મારા મિત્ર ને કેમ સમજાવવો..કે હે.. દોસ્ત..
તું ખોટા સમયે આવ્યો છે…પંખી નો…માળો પીંખાઇ ગયા પછી આવવા નો મતલબ નથી…રહેતો
તું તારા ઘર ને તાળું જોવે છે…એ ઘર હવે તારું નથી….
તેનો માલિક તો ક્યાર નો બદલાઈ ગયો છે…..
તારા બાપ સામે આંખ મેળવી ઉભવા લાયક પણ તું નથી રહ્યો.
તેં તારા બાપ ને રસ્તા ઉપર લાવી દીધો….તારા છોકરા એ તને રસ્તા ઉપર લાવી દીધો….

મેં જ્યારે મક્કમ થઈ બધી હકીકત તેને જણાવી..ત્યારે તે માથે હાથ મૂકી ખૂબ રડ્યો….અને બોલ્યો…
હવે તો અમારે પણ ઘરડાઘર જ ગોતવાનો વારો આવ્યો..

મિત્રો…
માઁ બાપ ના આંસુનું વજન માપવા નો પ્રયત્ન કદી ન કરતા..
પસ્તાશો….

કારણ કે…
માઁ બાપ ની હાય અને લાચાર માણસના આંસુ
એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે,
એનું બિલ સીધું ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે…

વ્યસન…….

🌼માવા-મસાલા –ફાકી-ગુટકા વગરે ખાતા હોય એને જમવા સીવાયના સમયે સાત સોનાની વસ્તુ ખાવા આપશો તો ય…મોંમાં ભરેલા માવા સાથે ‘ઉંઉં…ઉંઉં…’ કરતા ના જ પાડશે. ગમે તેવું ફ્રુટ કે હેલ્ધી વસ્તુઓ ધરશો તો ય એના માટે મોંમાં ભરેલો માવો અને માવાના શીડ્યુલ સિવાય કશું જ મહત્વનું નથી હોતું.

🌼ગમે તેવા ટેન્શનમાં હો કે ગમે તેવા શ્રીમંત હો, આવા ગુલામ બનાવી દેતા વ્યસનને કોઈપણ સંજોગોમાં જસ્ટીફાય ના જ કરી શકાય કે યોગ્ય ના જ ગણાવી શકાય. પણ એમાં ય જ્યારે આવક ઓછી હોય ત્યારે તો જરાય નહિ. બાળકને સ્કુલમાં સારી સ્ટેશનરી અપાવવી કે હેલ્ધી ખવડાવવું એના કરતાં ય રોજ ૭૦-૧૦૦ રૂપિયા વ્યસનમાં જતા રહેતા હોય તો દોષ કોનો? એક તોલાનો ભાવ હોય એટલી મધ્યમ વર્ગની એક મહિનાની આવક હોય…પણ તમે ગણતરી કરશો તો એ પણ પામશો કે એક આવું માધ્યમ વ્યસન ધરાવતો વ્યક્તિ દોઢેક વર્ષમાં એક તોલુ સોનું આરામથી થૂંકી કે ફૂંકી નાખતો હોય છે.

🌼માવા-મસાલા –ફાકી-ગુટકા ખાતા હોય એના ગાલની બધી નસો ધીમે ધીમે સંકોચાઈને એક જાડા દોરડા જેવી થવા લાગે…આવું વ્યસન કરતો માણસ ગલોફામાં જીભ ફેરવે એટલે એને રીતસર એ ગંઠાઈ ગયેલી નસોનું દોરડું એને ફિલ થાય. જેમ જેમ એ દોરડું જાડું થતું જાય એમ એમ મોઢું ઓછું ખુલવા લાગે.

🌼આ વાત એટલે અનુભવથી કહી શકું છું, કેમ કે મેં પોતે અગિયાર વર્ષ આ વ્યસન કર્યું છે. ૧૩૫,૧૩૮,૩૦૦,૧૨૦, ૧૬૦,૯૦, દેશી એવી અવેલેબેલ કોઈ તમાકુ બાકી નહોતી રાખી જેના માવા ના ખાધા હોય. ક્યારેક ગુટકાઓ અને બુધાલાલ કે મિરાજ પણ ખાધી…એ ખાતાખાતા એક આછું આછું ગીલ્ટ હંમેશા હતું કે આ ખોટું તો છે જ.

🌼લગ્ન થયા ને 2014 ઓક્ટોબરમાં દીકરા ધ્યાનનો જન્મ થયો. ત્યારે હોસ્પીટલમાં બે પાર્સલ માવા મારા ખિસ્સામાં હતા એ હોસ્પીટલની બારીએથી ફેંકીને વ્યસન છોડ્યું તો આજની ઘડીને કાલનો દી’ એ વાતને આજે આઠ વર્ષથી વધુ થઇ ગયું. એમ લાગે કે જાણે એક બહુ મોટી ગુલામીમાંથી છૂટી ગયા.

🌼અગિયાર વર્ષના વ્યસનમાં મારા મોંમાં પણ બેઉ બાજુના ગાલે દોરડું થઇ ગયું હતું. મોઢું ત્રણ આંગળથી સહેજ ઓછું ખુલવા લાગ્યું હતું. છોડ્યા બાદ એક ડોક્ટર મિત્રને પૂછ્યું કે આ દોરડાનું હવે શું? એ મને કહે કે, “તે જેટલા વર્ષ માવા ખાધા એટલા વર્ષ એને હવે છૂટટુ પડતા લાગશે.” આજે આઠ વર્ષ થયા એ દોરડું અલમોસ્ટ ખુલી ગયું છે, મિત્રની વાત મુજબ બીજા ત્રણ વર્ષમાં સાવ ખુલી જશે. મોં ફરી સાડા ત્રણ આંગળ જેટલું ખુલવા લાગ્યું છે.

આ વાત શું બતાવે છે? શરીર બાબતે જે ભૂલો કરી છે એને રીવર્સ કરી શકાય છે. બસ એ માટે નિર્ણય શક્તિ અને સાતત્યતા જોઈએ.

🌼માવા ખાતો ત્યારે એ નહિ છોડવાની ઘણી દલીલોમાં એક સૌથી મહત્વની દલીલ એ રહેતી કે મારે એ સમયે વીકમાં એક બે નાઈટ આખી રાત કામ કરવાનું રહેતું. તો એમ કહેતો કે દિવસ તો કાઢી નાખું, રાત્રે માવા વિના કામ નહી થાય મારાથી…અત્યારે પણ દસ-પંદર દિવસે એકાદ નાઈટ એવી હોય જ છે કે હું આખી રાત કામે બેઠો હોય. રાત્રે એકાદવાર ચા સિવાય કશી જરૂર નથી પડતી. એમ થાય કે એ કેટલી પોકળ દલીલો હતી.

🌼વ્યસન છૂટી ગયાના આનંદ સાથે એક અફસોસ હજુ ય છે કે મેં અગિયાર વર્ષ આ કીચડ-આ કદડો ખાધો હતો !

🌼જેમને આવું વ્યસન નથી એ તો કોઈપણ ભાઈબંધો કે કોઈપણના કહેવાથી કે માવો સિગારેટ ધરવાથી લલચાશો જ નહિ, ખેલ બે દાણા અને બે ફૂંકથી જ શરુ થતો હોય છે. અને જેઓ ખાય કે ફૂંકે છે પણ ભલા થઈને કોઈ નથી ખાતું કે નથી ફૂંકતું એને ધરશો જ નહિ. તમે એમ કોઈ માસુમને એ ધરો છો એ તમારી સમાજસેવા મોટું પાપ છે. એ પણ આમાં ફસાય જશે અને ક્યારેય નહિ નીકળી શકે.

🌼કોઈ આવા કીચડ જેવા વ્યસન કરે છે અને છતાં તમારી પત્ની તમને પ્રેમ કરે છે, સુંદર રીતે ફીઝીક્લ થાય છે તો એ કેટલું બધું જતું કરે છે એનો તમને અંદાજ જ નથી. પ્રેમ કરવા માટે મોંનું હાઈજીન એટલું મહત્વનું છે કે જો આપણે અહી એરેન્જ મેરેજની સીસ્ટમ ના હોય તો તમને લાગે છે કે વ્યસન કરીને આવા દાંત, આવા હોંઠ, આવા ગબ્બી જેવા મોઢા વાળાને કોઈ છોકરી પ્રેમ કરવા રાજી થાય?

🌼હું છોડવામાં સફળ થયો છું એટલે ફાંકા મારું છું એવું કદાચ કોઈને લાગી શકે…પણ એ વાતનો સ્વીકાર છે જ કે કોઈપણ જુનું વ્યાસન છોડવું અત્યંત અઘરું છે. છોડતી વખતે આપણું જ દિમાગ આપણી સાથે જે બગાવત કરે છે એને નાથવું બળદ નાથવા કરવા અઘરું છે. પણ જીવનમાં એવી ક્ષણો અને એવા કારણો આવતા જ હોય છે કે ત્યારે જો નિર્ણય લેવાય જાય તો છોડવામાં એડવાન્ટેજ અને સફળતા મળવાના ચાન્સ ઘણા વધી જાય.

🌼બાકી કોઈને ફોર્સ કરવાથી વ્યસનો નથી છૂટતા, સૌએ આમાંથી છૂટવાનું પોતાનું એ કારણ અને એ ક્ષણ પકડી લેવાની હોય છે. પણ જો એકવાર એમાંથી નીકળી ગયા તો ખરી આઝાદી અનુભવાશે…

પિતા પુત્ર નો અનોખો કાયદાકીય ખટલો..

અદાલત માં વૃદ્ધ વડીલે ન્યાયમૂર્તિને કહ્યું હું ખુબજ શ્રીમંત વ્યક્તિ છું અને મારીપાસે પૈસા ની કોઈપણ કમી નથી તો પણ મારે પુત્ર પાસેથી દર મહિને ખર્ચ લેવો છે માટે હું આપની પાસે ન્યાય લેવા આવ્યો છું.

ન્યાયમૂર્તિ આશ્ચર્ય ચકિત થયા અને કહ્યું આપ શ્રીમંત છો તો પણ આપ ખર્ચ માંગી રહ્યા છો ? ઠીક છે એ આપનો અધિકાર છે. આમાં સુનવણી ની જરૂર નથી. તમારી સારસંભાળ પુત્રએ કરવી એ પુત્ર નું કર્તવ્ય છે. એમ કહી વૃદ્ધ વડીલ પાસેથી તેમના પુત્રનું નામ અને સરનામું લઈને સમન્સ મોકલીશું એમ કહી ન્યાયમૂર્તિએ બે દિવસ પછીની તારીખ આપીને કહ્યું કે એ દિવસે આપનો પુત્ર ન્યાયાલય માં હાજર હશે અને આપના આ કેસનો નિકાલ કરીશું.

બે દિવસ પછી પુત્ર ન્યાયાલયમાં હાજર થયો પણ એ એવા ગડમથલ માં હતો કે બાપુજીએ મને કહ્યું હોત તો મેં ખર્ચ આપી દીધો હોત પણ મને કાંઈપણ ન જણાવતા કેમ કોર્ટમાં કેસ કર્યો એમ મનમાં ને મનમાં વિચારતો રહ્યો ..

ન્યાયમૂર્તિ એ પુત્ર ને કહ્યું આપના પિતાએ આપની સામે જીવન નિર્વાહ માટે કેસ કર્યો છે તો આપ આપનું નિવેદન નોંધાવો.

પુત્ર એ કહ્યું સાહેબ મારાં પિતાજી ખુબજ પૈસાદાર છે પણ એમને કેમ કેસ કર્યો એની પાછળનું કારણ ની મને ખબર પડતી નથી .

ન્યાયમૂર્તિએ પુત્ર ને ક્હ્યું તમારા પિતાએ જીવન નિર્વાહ માગેલ છે અને આપ તે કાયદાકીય રીતે આપવા બંધાયેલ છો પછી રકમ ગમે તે હોય તે તમારી પરિસ્થિતિ અનુસાર આપવી પડશે.

ન્યાયમૂર્તિએ વૃદ્ધ વડીલને પૂછ્યું આપને કેટલો જીવન નિર્વાહ જોઈએ છે તો વૃદ્ધ વડીલે કહ્યું સાહેબ દર મહિને ફક્ત ૧૦૦ રૂપિયા અને એ શરતે કે મારો પુત્ર એના હાથે મારે ત્યાં આવીને આપી જાય બીજા કોઈ સાથે ન મોકલે અને એમાં કોઈપણ જાતનો વિલંબ ન થાય એની કાળજી રાખવામાં આવે.

ન્યાયમૂર્તિએ કહ્યું ઠીક છે તમારા કહેવા પ્રમાણે થશે .પછી ન્યાયમૂર્તિએ પુત્રને કહ્યું કે તારે દર મહિને ૧૦૦ રૂપિયા તારા પિતાજીના હાથમાં વિલંબ ન કરતા આપી દેવા આ કોર્ટ નો આદેશ છે અને તું તેનું પાલન કરીશ એવી અપેક્ષા .

ન્યાયમૂર્તિએ આદેશ આપીને ખટલાનો નિકાલ કર્યો પછી વૃદ્ધ એવા વડીલને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું જો તમને કોઈ હરકત ન હોય તો મારે એક પ્રશ્ન પૂછવો છે. આપ આટલા બધા શ્રીમંત હોવા છતાં આપે પોતાના દીકરા ઉપર કેસ કર્યો અને એ પણ ફક્ત નાની એવી રકમ માટે આમ કેમ ?

આ પ્રશ્ન સાંભળી વૃદ્ધ વડીલ ના આંખમાં આસું આવ્યા અને બોલ્યા સાહેબ મારા દીકરાનું મોઢું જોવાની ખુબજ ઈચ્છા થયેલ હતી કારણ કે એ કામ માં એટલો વ્યસ્ત છે કે એને મળીને ઘણાજ દિવસ થયા હતા અને સામે બેસીને છોડો સાહેબ મોબાઇલ ઉપર ક્યારે વાતચીત કરી એ પણ ખબર નથી .

મારા પુત્ર ઉપર મને અત્યંત પ્રેમ છે એટલેજ મેં કેસ દાખલ કર્યો જેથી કરી એ દર મહિને મારી સામે આવે અને હું તેને મનભરીને જોઈ શકું અને તેનો મને આનંદ થાય. વૃદ્ધ વડીલનું કથન સાંભળીને ન્યાયમૂર્તિ ના આંખમાં ઝળઝળિયાં આવ્યાં.

ન્યાયમૂર્તિએ કહ્યું તમે જો મને પહેલા કીધું હોત તો મેં વડીલની સામે દુર્લક્ષ કર્યાનો અને સાર સંભાળ ન રાખવામાટે તમારા પુત્ર ને શિક્ષા કરી હોત. વૃદ્ધ વડિલ બોલ્યા મારા પુત્ર ને શિક્ષા થાય તો એ ખરાબ કહેવાત કારણ મારે એના ઉપર ખૂબજ જીવ છે અને મારથકી એને કોઈ શિક્ષા અગર ત્રાસ થાય એ મને સહન ન થાય એટલે મેં ફક્ત બે ઘડી મળે એ માટે મારે આ ઉપાય કરવો પડ્યો.

આ સંવાદ દૂરથી પુત્ર સાંભળી રહ્યો હતો અને એના અશ્રુ નો બાંધ તુટી પડ્યો અને દોડતા આવીને એ પિતાજીને ભેટી પડ્યો અને બોલ્યો બાપુજી મને માફ કરો હું આપનો ગુન્હેગાર છું .પિતાએ કહ્યું દીકરા અમને વૃદ્ધ અવસ્થામાં પુત્ર અમારી પાસે હોય એજ ઇચ્છીયે છીએ.

બસ શું જોઈએ છે વૃદ્ધ માતા પિતાને ફક્ત પ્રેમ અને હૂંફ બીજું કાંઈ નહીં ……

મિત્રો હજારો માણસો મળશે આ આયુષ્ય ના પ્રવાસ માં પણ આપણી હજારો ગલતીઓને ફરી ફરી માફ કરનાર માતા પિતા નહિ મળે.

ખરું કહ્યું છે ને ?

Home Sweet Home

સાંજના 6.30 થયા ઓફીસ ની લાઈટો ફટાફટ બંધ થવા લાગી..સ્ટાફ ઘરે જવા ઉતાવળો થતો હતો..અને એક હું.. ફરી ઘરે જવાનું છે એ વિચાર થી ઊંડો નિસાસો નાખતો હતો..

ઓફીસ માં મોડે સુધી બેસી..મારા પેન્ડિગ કામ પુરા કર્યા..હવે તો પેન્ડિંગ કામ બીજા ના પણ પુરા કરી ઓફીસ માં વધુ સમય ગાળતો હતો.

મોબાઈલ અને TVએ ધીરે ધીરે પરિવારની આત્મીયતા ઝૂંટવી લીધી હતી.. મોબાઈલના મેસેજીસની લાઇકસ ગણવામાં પરિવારની લાઇકસ-ડિસલાઇકસ જોવાનો કોઈ પાસે સમય બચ્યો નથી..

ઘણા સમયથી મારા ઘરનું વાતવરણ બદલાઈ રહ્યું હતું..
મારી પત્ની સ્મિતા જે મને ખુબ પ્રેમ કરતી હતી.તેના વર્તનમાં પણ કોઈ કારણથી બદલાવ આવ્યો હતો સાથે બાળકોના વર્તનમાં પણ ખરો જ

જે સ્મિતા મને લંચ સમયે ઓફીસ માં મોબાઈલ કરી પૂછી લેતી સાંજે જમવામાં શુ બનાવુ ? એ મીઠા ટહુકા પણ ધીરે ધીરે હવે બંધ થયા.

ઓફિસેથી ઘરે આવતા મને મોડું થાય તો ઘરેથી કોઈ મોબાઈલ કરી પૂછવાની દરકાર પણ કરતું નથી…ઘરની દરેક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત હતા,

હું ઓફિસેથી જ્યારે ઘરે પહોંચુ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય અને સ્મિતા તેની TV સિરિયલમાં વ્યસ્ત હોય… અર્થશાસ્ત્રના નિયમમુજબ મારા પરિવારનો મારામાંથી તુષ્ટિગુણ ઘટતો જતો હોય તેવું મને લાગતું હતું.

બુટ કાઢી હું જાતે પાણીનો ગ્લાસ ભરીને પી લેતો, પણ ઘરની દરેક વ્યક્તિ આ શિષ્ટાચાર ભૂલાતો જતો હતો તેનું મને દુઃખ હતું.
યંત્રવત જિંદગી થી હું પણ કંટાળી ગયો હતો, મારા પરિવારને મહિને ફક્ત મારા પગારની જરૂર હોય તેવું તેમના વ્યવહાર ઉપરથી મને લાગતું હતું..

મેં પણ ઘણા સમય થી મૌન સ્વીકારી લીધું હતું , રાત્રે ડિનર પતાવી હું બેડરૂમ માં જતો રહેતો. ધીરે ધીરે એકલતા તરફ જતો હતો..
હું સમજતો હતો એકલતા હમેશા કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપતી હોય છે જ્યારે એકાંત ઈશ્વર તરફ પ્રયાણ કરવા આમંત્રણ આપતું હોય છે ..હું ધીરે ધીરે મારી જાતને એકાંત તરફ લઈ જવા પ્રયત્ન કરતો હતો….પણ એક તરફ ઈશ્વર અને બીજી તરફ પરિવાર ની માયા માં મારો જીવડો અટવાયો હતો..

એકલતા માં વ્યક્તિને ગુમાવ્યા નો અથવા દૂર જવા નો “તડફડાટ” હોય છે, જ્યારે “એકાંત” માં ઈશ્વર ની નજીક અથવા પામવા માટે નો “થનગનાટ” હોય છ.

એક દિવસ હું મોડે સુધી ઓફીસમાં કામ કરતો હતો ત્યારે મારા કંપની ના માલિક પણ એ દિવસે કોઈ કામથી રોકાયા હતા…
તેમણે મને ચેમ્બર માં બોલાવી પૂછ્યું…ભાઈ દેવાંગ…
કામને પહોંચી શકતા નથી..કે ધીરુ કામ કરો છો ? હું નીચે માથું કરી તેમને સાંભળતો હતો.

તેઓ બોલ્યા..
કોઈ બીજી તકલીફ તમને હોય તો પણ જણાવો

મેં તેમની સામે ભીની આંખે જોયું.
એટલે તેઓ બોલ્યા..
તમારાથી ઉંમરમાં હું મોટો છું…તકલીફ જણાવશો તો દૂર કરવા પૂરતો પ્રયત્ન કરીશ…તમે અમારી કંપનીના સિનિયર અને સિન્સિયર કર્મચારી છો..તો અમારી પણ કોઈ ફરજ તમારા પ્રત્યે બને છે.

મેં મારી દિલ ખોલી ને કૌટુંબિક હકીકીત તેમને જણાવી..

તેઓએ મને શાંતિ થી સાંભળ્યા પછી કીધું…
દેવાંગ… પ્રયત્ન કર્યા વગર કોઈ પણ વ્યક્તિને ધન દોલત , પ્રેમ, લાગણી કે પછી નોકરી સરળતાથી પ્રાપ્ત થાય તો તેની કદર કે કિંમત તેઓ ને મન હોતી નથી..
એ માટે તેમને ઘણી વખત આપણે અહેસાસ કરાવવો પડે.

મારા બોસ સંપૂર્ણ સાચા હતા
તેઓ આગળ બોલ્યા, હવે તમારે મારી આગળ ની કાર્યવાહી ફક્ત જોવાની છે અને હું કહું એટલું જ કરવાનું છે…અને બોલવાનું છે

આ શહેર માં મારા જમાઈની એક હોસ્પિટલ આવેલ છે..
ત્યાં તમારે થોડા સમય માટે દાખલ થવાનું છે…વ્યવસ્થા બધી મારી ઉપર છોડી તમારે ફક્ત ચિંતા મુક્ત રહેવાનું છે..

અમે તેમની કાર માં બેસી એક અદ્યતન હોસ્પિટલ માં દાખલ થયા. કાર પાર્ક કરી.. અમે સીધા તેમના જમાઈ ડોકટર પ્રણવ પાસે ગયા..

મારા બોસે આખો પ્લાન તેમના જમાઈને સમજાવી દીધો.

થોડા સમય પછી મને ICU માં દાખલ કરવા માં આવ્યો.. આ દરમ્યાન મારા બોસે મારા ઘરે ફોન કરી જાણ કરી દીધી

થોડીવાર માં મારો પરિવાર દોડતો આવ્યો…તેઓ ને ICU માં જવા દેવામાં ન આવ્યા પણ ડોકટર ને મળવા દીધા..
ડોક્ટરે કીધું..જુઓ, .દેવાંગભાઈને અચાનક હાર્ટમાં દુખાવો થયો.. નસીબ સારા હતા એ સમયે કંપનીના માલિક ત્યાં હાજર હતા તેઓ એ તાત્કાલિક અહીં દાખલ કર્યા..

પ્રાથમિક તપાસ અને રિપોર્ટ એવું કહે છે…હાર્ટ તેમનું ઘણું નબળું છે..ઓપરેશન કરવું વધારે જોખમકારક છે..મારી દ્રષ્ટિએ દેવાંગભાઈને પરિવારના પ્રેમ અને હૂંફ ની વધારે જરૂર લાગે છે , બાકી ભગવાનની પ્રાર્થના જ વધારે આયુષ્ય તેમને આપી શકે તેમ છે..બીજી રીતે સાચું કહું તો દેવાંગભાઈ કાચનું વાસણ કહેવાય…

પરીવારની આંખોમાં આંસુ હતા.
મારા પરિવારે મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ડોક્ટરે કીધું..હમણાં બે દિવસ..કોઈ ને પણ મળવા દેવામાં નહિ આવે…
હવે પરિવારને ગંભીરતાની ખબર પડી…
ત્રણ દિવસ પછી ડોક્ટરે મને રજા આપી..હું ઘરે આવ્યો..

હવે મારા બાળકો અને પત્નીના સ્વભાવ માં અકલ્પનીય ફેરફાર થવા લાગ્યો.. જેટલો બને તેટલો સમય મને તેઓ આપવા લાગ્યા..સ્મિતા એ TV ની સિરિયલો છોડી…મારી સાથે સમય વધારે ગાળવા લાગી.
મોડી રાત્રે સ્મિતા ઉઠી..મને જોતી રહેતી હતી…કોઈ વ્યક્તિને ગુમાવવાની પીડા કેવી હોય એ હું સ્મિતા બદલાતા જતા વ્યવહાર થી મારી નજર સામે જોઈ રહ્યો હતો.

સ્મિતાનું જમવાનું અનિયમિત થઈ ગયું.. રાત્રે ઊંઘ ઓછી થઈ ગઈ ઘણી વખત મોડી રાત્રે મારા માથે હાથ ફેરવવા લાગતી…મને મારો પ્રેમ પાછો મળતો હોય તેવું લાગતું હતું…

એક દિવસ હું એકલો હતો ત્યારે મેં મારા બોસ ને.મોબાઈલ કરી કીધું…બસ સાહેબ હવે વધારે નહિ….
મારી સ્મિતાની તકલીફો હું વધારે નહિ જોઈ શકૂ.

બોસ બોલ્યા.. એક કામ કરો આજે ચેકઅપ માટે હોસ્પિટલ આવી જાવ.. વધારે વાત ત્યાં કરી લઈએ..અને હા પરિવારને સાથે લાવવાનું ભુલાય નહિ

અમે હોસ્પિટલ ગયા…ડોક્ટરે મને ચેક કરી.. મારા પરિવાર સામે રિપોર્ટ જૉઇ કીધું..ચમત્કાર
તમારા પ્રેમ અને પ્રાર્થના ની અસર થઈ છે…આપણે જે બીક હતી..તેમાંથી તેઓ બહાર આવતા જાય છે….ઘણો ચમત્કાર કહેવાય..

સ્મિતા અને બાળકો મને ભેટી પડ્યા..અને બોલ્યા
“ગોડ ઇઝ ગ્રેટ”

હું મનમાં બોલ્યો.. ભગવાન તો જાદુગર છે જ પણ મારો બોસ પણ ગ્રેટ છે..

મારા બોસ તાળી પાડી બોલ્યા અભિનંદન દેવાંગ..કોઈ મોટી સર્જરી વગર..તમારી તકલીફ દૂર થઈ રહી છે…
ઈશ્વર નો આભાર માનો તેમણે તમારા પરિવાર ની પ્રાર્થના સાંભળી છે.

મેં પણ હાથ જોડી ડોકટર અને બોસ નો આભાર માન્યો…

મેં કીધું ડોકટર સાહેબ ઓફીસ ક્યારથી જોઈન્ટ કરી શકાય ?

બોસ બોલ્યા, શું ઉતાવળ છે…દેવાંગ ?
લો આ ચાર ટિકિટ તમારા પરિવાર ની 15 દિવસ ની પેકેજ ટુર છે..”કુલી મનાલી” ફરી ને આવો ફ્રેશ થઈ પછી નોકરી જોઇન્ટ કરો..

મારા બોસ મારા પરિવાર સામે જોઈ બોલ્યા…પ્રેમ અને દુવામાં દવા કરતા પણ વધારે તાકાત હોય છે…જે તમે જોઈ લીધું

ઘરમાં પ્રેમ અને પ્રાર્થનાનું સ્થાન જ્યારે TV કે મોબાઈલ હસ્તગત થઈ જાય ત્યારે મંદિર ને બદલે હોસ્પિટલના પગથિયાં ચઢવા પડે છે.

સવાર પડે અને પરિવાર રૂપી માળા માંથી આર્થિક પ્રવૃત્તિ માટે ઉડતા પંખીઓ સાંજે માળા માં પરત આવે ત્યારે તેને TV નો ઘોઘાટ નહિ પણ પરિવાર નો કલરવ અને કલબલાટ આખા દિવસનો થાક ઉતારી આપતો હોય છે…
અમસ્તું કીધું છે “Home Sweet Home “

વાસ્તવ માં ઘર ને વૈભવી વસ્તુની નહી પ્રેમ,હૂંફ, વિશ્વાસ,
સંતોષ અને આધ્યાત્મિક વાતાવરણની જરૂર હોય છે..જે પરિવાર આ વાત સમજતા નથી એ “ઘર” માં નહિ નહિ પણ “મકાન” માં રહે છે. એટલે જ “ઘર એક મંદિર” કહેવાય છે કદી “મકાન એક મંદિર” એવું નથી કહેવાતું

બોસ હસી ને આગળ બોલ્યા
“પક્ષી પૂછે તારી ડાળે અમને માળો કરવા દઈશ…?
વૃક્ષ કહે રોજ મધુર ટહુકા ભાડા પેટે લઈશ.❤️”

બસ ઘર ની મુખ્ય વ્યક્તિ ઝાડ છે..તે બીજી અપેક્ષા પરિવાર પાસે નથી રાખતો ,પણ ઘરે થાકી ને આવે ત્યારે “મધુર ટહુકા” ની અપેક્ષા રાખે તો તેમાં ખોટુ પણ શુ છે..?

મેં કંઈ ખોટું કીધું? મારા બોસે મારી અને મારા પરિવાર સામે જોઈ કીધું.

મારા પરિવાર ના પ્રશ્ચયતાપ ના આંસુ તેમના પ્રશ્ન નો પ્રત્યુત્તર હતો..

બોસ હસી ને બોલ્યા હવે ઓફીસમાં મારી મંજૂરી વગર કામના કલાકો પછી તમારે રોકાવાનું નથી… સમજ્યા?

ડોકટર મારા બોસ સામે જોઈ હસી ને બોલ્યા..વગર ઓપરેશને ઉપચાર કેમ કરવો એતો તમારી અનુભવી આંખે મને શીખવાડ્યું.

મિત્રો
નાની પણ બહુ મોટી વાત…
પાણી પોતા નુ આખુ જીવન આપી ને વૃક્ષ ને મોટુ કરે છે,
એટલા માટે કદાચ પાણી લાકડા. ને ડૂબવા નથી દેતું !,
માં-બાપ નુ પણ કંઈક આવુંજ છે….